યુએનઃ સંયુક્ત રાષ્ટ્રએ 2024 માટે ભારતના વિકાસદરનું અનુમાન વધારીને 6.9 ટકા કર્યું છે. જાન્યુઆરીમાં યુએને વિકાસદર 6.2 રહેવાનું કહ્યું હતું, જ્યારે 2025માં દેશનો જીડીપી 6.6 ટકા રહેશે. 2024ના મધ્ય સુધી 'વિશ્વની આર્થિક સ્થિતિ અને સંભાવના' શિર્ષકથી રજૂ કરેલા યુએનના રિપોર્ટમાં આ અનુમાન રજૂ કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઝડપથી વધી રહેલા ખાનગી ક્ષેત્રના રોકાણ અને ખૂબ જ મજબૂત 'ખાનગી ખપત'ને કારણે અનુમાન 0.7 વધારી દેવાયું છે. ભારતના 'શ્રમ બજાર'માં સ્થિતિ સુધરી રહી છે. અર્થવ્યવસ્થામાં શ્રમિકોની ભાગીદારી ઝડપથી વધી રહી છે.