નખત્રાણાઃ મંગવાણા ગામે કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન પાટીદાર સમાજ આયોજિત અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ, જેમાં નિયાણીઓનું સન્માન પણ કરાયું હતું. નિયાણીઓના સામૈયામાં ફોઈ, બહેન, દીકરી તેમજ પૌત્રીઓને અને નિયાણાઓ (જમાઈઓ) ને પણ આમંત્રણ અપાયું હતું. ગામની 585 નિયાણીઓનાં સન્માન સાથે નિયાણાઓનું પણ માનભેર સન્માન કર્યું હતું.
અમૃત મહોત્સવ પ્રસંગે નિયાણીઓને દાન આપવા સમાજ તરફથી રૂ. 23.40 લાખ અપાયા હતા. દાતા સ્વ. જાનબાઈ ધનજી શિવગણ શીરવી તેમજ જશોદાબેન નાકરાણી તરફથી કાંસાનાં વાસણ – થાળી-ગ્લાસ-વાટકી-ચમચીનું દાન અપાયું હતું. આ મહોત્સવના આયોજનને સફળ બનાવવા પાટીદાર નવયુવક મંડળે જહેમત ઉઠાવી હતી.