ચાંગાઃ શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ – ચાંગાની 31મી વાર્ષિક સાધારણ સભા ચારુસેટ કેમ્પસ ચાંગામાં 18 મેએ શનિવારે કેળવણી મંડળના પ્રમુખશ્રી સુરેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
વર્ષ 2023-24ની એજીએમમાં કેળવણી મંડળના ઓડિટ થયેલા હિસાબો અને વાર્ષિક અહેવાલને મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ષ 2024-25નું અંદાજપત્ર પણ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળમાં 1994થી દર 5 વર્ષે નવા ટ્રસ્ટીઓ, હોદ્દેદારો-કારોબારી સભ્યો તથા વિવિધ પેટા સમિતિઓના કન્વીનર્સની વરણી કરાય છે. જે અંતર્ગત 2024થી 2029 ના પાંચ વર્ષના સમયગાળા માટે નરેન્દ્રભાઈ મગનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સભાની આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં 2024થી 2029ના સમયગાળા માટે કેળવણી મંડળના ટ્રસ્ટી નગીનભાઈ એમ. પટેલ, દીપકભાઈ સી. પટેલ, મનુભાઈ પી. પટેલ, વીરેન્દ્રભાઈ એસ. પટેલ, ચંદ્રકાંતભાઈ વી. પટેલ, વિષ્ણુભાઈ વી. પટેલ, ઇન્ટર્નલ ઓડિટર બિપીનભાઈ કાંતિભાઈ પટેલની વરણી કરાઈ હતી. જેની સાથે નવનિયુક્ત કારોબારી સમિતિની બેઠકમાં હોદ્દેદારોની વરણી કરાઈ હતી, જેમાં કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ એમ. પટેલ, ઉપપ્રમુખ ચીમનભાઈ એ. પટેલ, કિરણભાઈ આઈ. પટેલ, અશોકભાઈ આર. પટેલ, માનદમંત્રી ડો. એમ. સી. પટેલ, સહમંત્રી મધુકાંતાબહેન જે. પટેલ, ગિરીશભાઈ બી. પટેલ, વિપુલભાઈ વી. પટેલ, પ્રિ. ધીરુભાઈ સી. પટેલ, ખજાનચી ગિરીશભાઈ સી. પટેલની વરણી કરાઈ હતી.