HAL ભારતીય વાયુસેનાને તેનું પ્રથમ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ એમકે-1એ જુલાઈમાં સોંપશે. માર્ચમાં તેની પ્રથમ ઉડાનથી લઈને તેનું અલગ-અલગ યંત્ર અને હથિયાર લગાવીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
• કોરોનાના નવા વેરિઅન્ટના કેસ નોંધાતાં ખળભળાટઃ ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ FLIRTના કેસ નોંધાતાં આરોગ્ય મંત્રાલય અને સત્તાધીશો ચિંતા મુકાયા છે. CDC મુજબ થોડા સમય પહેલાં પાણીમાં કોરોનાનો નવો વેરિએન્ટ FLIRT જોવા મળ્યો હતો.
• જેલ ટ્રાન્સફરના બહાને મારી હત્યા થઈ શકે છેઃ સાલેમઃ 1993 બોમ્બે સીરિયલ બોમ્બ બ્લાસ્ટના દોષિત અબુ સાલેમને ડર છે કે જેલ ટ્રાન્સફરના બહાને તેની હત્યા કરી દેવાશે. આ કારણે તેણે સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરીને જેલ ટ્રાન્સફર ન કરવા માટે આદેશ આપવાની કોર્ટને અપીલ કરી હતી.
• બીબીસી સામેના 10 હજાર કરોડના દાવાની સુનાવણીથી જજ ખસ્યાઃ પીએમ મોદી પર બીબીસીએ જાહેર કરેલી ડોક્યુમેન્ટ્રીને લઈ દિલ્હી હાઈકોર્ટમાં રૂ. 10 હજાર કરોડનો દાવો કરાયો છે. આ સુનાવણીથી એક ન્યાયાધીશ ખસી ગયા હતા. અરજી મુજબ ડોક્યુમેન્ટ્રીના કારણે દેશની છાપ ખરડાઈ છે.
• બંગાળના રાજ્યપાલ સામે વધુ એક જાતીય સતામણીનો કેસઃ ૫.બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ વિરુદ્ધ ઓડિશી ક્લાસિકલ ડાન્સરે સતામણીનો આરોપ મૂક્યો છે. આ મામલે કોલકાતા પોલીસે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો છે. અગાઉ એક મહિલાએ પણ સતામણીની ફરિયાદ કરી હતી.
• અમદાવાદ-લંડન ફ્લાઇટ રદ થતાં મુસાફરો રઝળ્યાઃ એર ઇન્ડિયાની ગુરુવારે અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં ટેકઓફ પહેલાં જ એન્જિનમાં ખામી સર્જાતાં 256 પેસેન્જર રઝળી પડ્યા હતા. મુસાફરોને બીજા દિવસની ટિકિટ ટ્રાન્સફર કરી અપાઈ હતી.