સિંગાપોરઃ સિંગાપોરમાં કોવિડ- 19ની નવી લહેર જોવા મળી છે. 5થી 11 મે વચ્ચે એક અઠવાડિયામાં કોરોનાના 25,900થી વધુ કેસ નોંધાયા છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે શનિવારે ફરીથી માસ્ક પહેરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, જે ઝડપે નવો વેરિએન્ટ વધી રહ્યો છે તે જોતાં જૂનના મધ્ય સુધીમાં સિંગાપોરમાં કોરોના તેની ચરમસીમાએ હશે. તેમણે કહ્યું, અમે હોસ્પિટલ તૈયાર કરી રહ્યા છીએ. ઓપરેશનોને ટાળીને રિશિડ્યુલ કરી રહ્યા છીએ. વધુમાં સ્વાસ્થ્ય મંત્રીએ જે લોકોએ વેક્સિન ન લીધી હોય તેવા લોકોને વેક્સિન લેવા માટે આગ્રહ કર્યો છે.