સુરતના અર્થ ચૌધરીનું ડ્રોન ઇઝરાયલની કંપની ખરીદશે

Wednesday 22nd May 2024 07:46 EDT
 
 

સુરતઃ હાલમાં જ ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી અંડર 30ની યાદીમાં સમાવેશ કરાયેલા સુરતના અર્થ ચૌધરીની કંપનીએ બનાવેલું ડ્રોન ઇઝરાયલની કંપની ખરીદશે. આ માટે ઇઝરાયલી કંપની યુએવી ડાયનામિક્સે ડ્રોન ટેકનોલોજી માટે એમઓયુ સાઇન કર્યા છે. ઇઝરાયલની આયર્ન ડોમ મિસાઇલ સિસ્ટમની દેશ-વિદેશમાં ખૂબ ચર્ચા થાય છે.
હવે ઇઝરાયલ તેમની સુરક્ષા અને સર્વેલન્સ માટે ભારતથી બનેલા આ ડ્રોનનો ઉપયોગ કરશે. જે માટે હાલમાં જ સુરતના ડ્રોન મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ ઇનસાઇડ એફપીવી સાથે ઇઝરાયલી કંપની યુએવી ડાયનામિક્સ વચ્ચે એમઓયુસાઇન કરાયા છે. જે અંતર્ગત ઈનસાઈડ એફપિવી દ્વારા બનાવવામાં આવતા ખતરનાક અને ઘાતક કામા-કાઝી ડ્રોન ઇઝરાયને મોકલવામાં આવશે. થોડા દિવસો પહેલા ભારતથી ડ્રોન ટેકનોલોજી માટે મદદ લેવા આવેલી યુએવી ડાયનામિક્સની ટીમ ડ્રોન્સની ચકાસણી અને ટેસટિંગ બાદ સુરતના યુવાનોના સ્ટાર્ટઅપ સાથે એમઓયુ સાઇન કર્યા હતા. જે અંતર્ગત આવનારા 5થી 6 વર્ષમાં આ બે કંપનીઓ વચ્ચે રૂ. 100 કરોડની ડીલ થવાનું નક્કી કરાયું છે. જો કે હાલ પ્રથમ ફેઝમાં સુરતથી 100 ડ્રોન ઇઝરાયલ મોકલવમાં આવશે.
શું છે કામા-કાઝી ડ્રોનની ખાસિયત
ખૂબ જ લાઇટ વેઇટ અને કોમ્પેક્ટ સાઇઝ ધરાવતો આ ડ્રોન આઇડી અને ગ્રેનાઇટ જેવા એક્સપ્લોઝિવ લઈને ઉડવા માટે સક્ષમ છે. આ ડ્રોન 250 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઊડે છે, જેથી દુશ્મનનાં ઠેકાણાને ધ્વસ્ત કર્યા બાદ તરત જ પરત ફરવામાં પણ આ ડ્રોન સક્ષમ છે. આ ડ્રોનને 10થી 12 કિ.મી. દૂર બેઠાંબેઠાં ઓપરેટ કરી શકાય છે.


comments powered by Disqus