ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો: ધર્મસભામાં સાધુ-સંતોનો એક જ સૂર

Wednesday 23rd October 2024 05:15 EDT
 
 

અમદાવાદઃ અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન અંતર્ગત સાધુસંતોની ધર્મસભા યોજાઈ હતી, જેમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સહિત મોટી સંખ્યામાં સાધુ-સંતો, વિવિધ ક્ષેત્રના આગેવાનોએ હાજરી આપી હતી. આ ધર્મસભામાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગણી કરાઈ હતી, એટલું જ નહીં જો આ માગણી ના સ્વીકારાય તો સરકાર વિરુદ્ધ ઉપવાસ આંદોલન કરવાનું પણ એલાન કરાયું હતું.
ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાયેલી ધર્મસભામાં વિવિધ આગેવાનોએ જણાવ્યું હતું કે, ગુજરાત હિન્દુ ધર્મનું કેપિટલ રહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે ગાયને રાજમાતા જાહેર કરી, એ જ રીતે અહીં પણ જાહેરાત કરવી જોઈએ.


comments powered by Disqus