ભાવનગરઃ રસાયણશાસ્ત્રના ભિષ્મ પિતામહસમા પદ્મવિભૂષણ પ્રો. સુખદેવનું 15 ઓક્ટોબરે ભાવનગર ખાતે નિધન થયું. પ્રો. સુખદેવ તેજસ્વી રસાયણશાસ્ત્રી હતા અને તેમનાં સંશોધન મુખ્યત્વે કુદરતી વનસ્પતિનાં રસાયણોનો દવા તરીકે ઉપયોગ કઈ રીતે થાય તે માટેનાં હતાં, જેનાથી તેઓ ખ્યાતિ પામ્યા હતા. પ્રો. સુખદેવે આઇ.આઇ.સી. બેંગ્લોર ખાતેથી Ph.D તેમજ DSc.ની ઉપાધિ મેળવી હતી. ત્યારબાદ તેમણે પુના નેશનલ કેમિકલ લેબોરેટરીમાં જોડાયા બાદ વડોદરા ખાતે નિવૃત્તિ સુધી માલતી કેમિકલ્સમાં સેવા આપી હતી.