કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમની ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 18 એપ્રિલથી પ્રચારનાં શ્રીગણેશ કર્યાં હતાં. સાણંદ APMC સર્કલ ખાતે ફૂલોથી શણગારેલી ટ્રકમાં અમિત શાહે રેલીની શરૂઆત કરી હતી, જેમાં આકરી ગરમી છતાં માનવમેદની ઊમટી પડી હતી. રેલીમાં ‘જય શ્રીરામ’ના નારા સાથે કેસરિયો માહોલ જોવા મળ્યો હતો.