કોંગ્રેસ સુરતમાં પ્રથમ વખત ચૂંટણી લડી શકશે નહીં

Wednesday 24th April 2024 06:42 EDT
 
 

સુરતઃ લોકસભાની સુરત બેઠક પર 73 વર્ષના ઇતિહાસમાં અઢારમી વખતની આ ચૂંટણી પ્રથમ હશે જ્યારે કોંગ્રેસ ચૂંટણી લડી શકશે નહીં. આ કારણે આ વખતની લોકસભા ચૂંટણી મતદારો અને રાજકીય પક્ષો માટે હંમેશાં યાદગાર રહેશે.
ઉલ્લેખનીય છે કે દેશના એક સમયના મુખ્ય પક્ષ ગણાતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પ્રથમ વખત ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યું છે. આ કારણે જ કોંગ્રેસ કાર્યકરોમાં આ દિવસ કાળો દિવસ ગણાશે તેવો ગણગણાટ થઈ રહ્યો છે. વર્ષ 1951થી 2019 સુધી સુરત બેઠક પર 17 વખત ચૂંટણી યોજાઈ, તેમાં કોગ્રેસના ઉમેદવાર દર વખતે ચૂંટણી લડ્યા હતા, પરંતુ 1951 પછી પ્રથમ વખત એવું બનશે કે કોગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં. આ નાલેશી માટે કોણ જવાબદાર તે ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થતાં રાજ્યકક્ષાથી લઈ હાઇકમાન્ડ સુધી દોડધામ થઈ હતી.


comments powered by Disqus