ગાંધીનગરઃ 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ જાહેર કર્યા બાદ પણ ભાજપે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી અંગે અડગ વલણ અપનાવતાં ક્ષત્રિય સમાજે હવે વિરોધનો રસ્તો બદલવાની જાહેરાત કરી છે. હવે તેઓ ભાજપની જાહેરસભામાં કાળા વાવટાને બદલે ભગવા ધ્વજ દર્શાવીને વિરોધ કરશે. કાળા વાવટા દર્શાવવા પર તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે, તેથી તેમણે હવે આ રસ્તો કાઢ્યો છે.
તે સાથે તેમણે મહાસંમેલન યોજવાને બદલે ગામેગામ સભા કરીને વિરોધ વ્યક્ત કરવા સંકલ્પ લીધો છે. કોંગ્રેસનું નામ લીધા વગર તેમણે ભાજપના વિરોધી ઉમેદવારને મત આપવા માટે નિર્ણય લીધો છે.