અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પ્રચારનું રણશિંગું ફુંકાયું છે, ત્યારે રૂપાલાની ટિપ્પણીના વિવાદમાં ભાજપ બરોબરનું ભેરવાયું છે. હજુ ગુજરાતમાં ક્ષત્રિયો ઠેરઠેર વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ સંમેલનમાં ક્ષત્રિયોએ અલ્ટિમેટમ આપ્યું હોવા છતાં ભાજપ હાઇકમાન્ડ ઝૂકવા તૈયાર નથી. પરસોત્તમ રૂપાલાના કારણે હાલમાં ક્ષત્રિય સમાજમાં ભાજપ વિરુદ્ધ પવન હોવાનું દેખાઈ રહ્યું છે.ત્યાં સુધી કે ભાજપના જ ઉમેદવારો પ્રચાર કરવા જઈ શકે તેમ નથી. ગુજરાતમાં અંદાજે 70 લાખ ક્ષત્રિય મતદારો લોકસભાની ચૂંટણીમાં ઝાઝી અસર કરી શકે તેમ નથી, પરંતુ ભાજપને તેના 5 લાખ વોટથી જીતના લક્ષ્ય સુધી પહોંચવા દેશે નહીં.