દિલ્હીનાં નવાં મુખ્યમંત્રી આતિશીએ પોતાનો પદભાર સંભાળી લીધો છે. આ પ્રસંગે આતિશીએ કહ્યું કે, જે પ્રમાણે ભરતજીએ ખડાઉ રાખીને સિંહાસન સંભાળ્યું હતું, તે જ પ્રમાણે હું ખુરશી સંભાળીશ. આ જ પરંપરાને અનુસરી તેમણે પોતાની પાસે મુખ્ય ખુરશી ખાલી રખાવી છે. આમ તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે, ભલે મુખ્યમંત્રીની ખુરશી પર તેઓ આરૂઢ થયા, પરંતુ સર્વોચ્ચ સ્થાન પર અરવિંદ કેજરીવાલ જ રહેશે. જો કે ભાજપે મુખ્યમંત્રીની ખુરશી ખાલી છોડવાને બંધારણનું અપમાન ગણાવ્યું હતું.