લંડનઃ ગયા સોમવારે છેલ્લા 24 કલાકમાં એક મહિના કરતાં વધુ વરસાદ ખાબકતાં બ્રિટનના સંખ્યાબંધ વિસ્તારોમાં પૂર આવ્યાં હતાં. નોર્ધમ્પટશાયર, બેડફોર્ડશાયર અને લંડનના ઘણા વિસ્તારો જળબંબાકાર બન્યાં હતાં. સોમવાર સાંજ સુધીમાં પૂર અંગે 20થી વધુ ચેતવણી જારી કરાઇ હતી. ઘણા નેશનલ હાઇવે પણ બંધ કરવાની નોબત આવી હતી. પૂરના કારણે કેટલીક શાળાઓ બંધ રાખવાની પણ જાહેરાત કરાઇ હતી.