ઓનર કિલિંગ: પ્રેમસંબંધથી નારાજ પિતા અને પરિવારના 4 સભ્ય દ્વારા પુત્રીની હત્યા

Wednesday 25th September 2024 02:12 EDT
 
 

અમદાવાદઃ દસક્રોઈના બાકરોલમાં રહેતી યુવતી માનસી સોલંકીએ તેની જ જ્ઞાતિના યુવક સાથે લગ્નની જીદ કરતાં પિતા અને યુવતીના પિતરાઈ ભાઈએ અન્ય પરિવારના 3 સભ્ય સાથે ભેગા મળીને તેની ગળેટૂંપો આપી હત્યા કરી નાખી હતી. હાલોલ પાસે આવેલા અનગઢ ગામ પાસે હત્યા કર્યા બાદ કોઈને જાણ ન થાય તે માટે લાશનો નિકાલ કરવા સ્મશાનમાં રાતોરાત અંતિમવિધિ કરી દીધી હતી. યુવતીના મોત મામલે પરિવારની મહિલાઓને પણ ચૂપ રહેવા ધમકી આપી હતી.
કણભા પોલીસે પિતા સહિત પાંચેય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી અને મૃતકનો પિતરાઈ ભાઈ ગજેન્દ્રસિંહ બાકરોલ બુજર ગામમાં ડેપ્યુટી સરપંચ છે, તેમજ પ્રેમીના પિતા સરપંચ હોવાનું સામે આવ્યું છે. ગત 11 સપ્ટેમ્બરે માનસીની ગુમ થવાની ફરિયાદ કણભા પોલીસ સ્ટેશને નોંધાઈ હતી, જેની તપાસ કરતાં બાતમી મળી હતી કે 6 સપ્ટેમ્બરે કોઈ વ્યક્તિની સ્મશાનમાં અંતિમવિધિ કરાઈ છે, પરંતુ ગામમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું નહોતું. જેથી શંકાને આધારે સ્મશાનથી અવશેષો મેળવી ફોરેન્સિક એક્સપર્ટે મળેલા અવશેષ માનસીના જ હોવાનો રિપોર્ટ આપ્યો હતો.


comments powered by Disqus