અમદાવાદ: આ વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન રાજ્યભરમાં 75 લોકો નદી, તળાવ અથવા કેનાલમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યા. ગત 7 સપ્ટેમ્બરથી શરૂ થયેલો ગણેશોત્સવ 17 સપ્ટેમ્બર સુધી ચાલ્યો હતો. આ 11 દિવસ દરમિયાન વિવિધ દિવસે ગણેશ વિસર્જન થયાં, જેમાં 75 લોકો ડૂબ્યા હોવાના કોલ ઇમર્જન્સી સેવા 108ને મળ્યા હતા. સૌથી વધુ 13 કોલ રાજકોટથી આવ્યા હતા. બીજા ક્રમે અમદાવાદથી 9 કોલ આવ્યા હતા. પાટણથી 5 કોલ આવ્યા હતા, તો સુરતથી 4 કોલ આવ્યા હતા. ગણેશ વિસર્જનમાં આવી દુર્ઘટના ચિંતાનો વિષય છે.