અમદાવાદઃ ટ્રાઇ, મુંબઈ સાઇબર ક્રાઇમ અને સીબીઆઇ અધિકારી તરીકેની ઓળખ આપી ઠગતી ટોળકીનો પર્દાફાશ થયો છે. આ અંગે પોલીસ દ્વારા 5 શખ્સની ધરપકડ કરી છે. આ ઠગ ટોળકીએ એક વૃદ્ધ દંપતી અને વૈજ્ઞાનિકને દિવસો સુધી ડિજિટલ એરેસ્ટ કરી તેમના બેન્ક એકાઉન્ટમાંથી કરોડોની ઉઠાંતરી કરી લીધી છે.
આ ટોળકીએ સીબીઆઇ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી વૃદ્ધ દંપતીને ડિજિટલી 10 દિવસ સુધી તેમના જ ઘરમાં ગોંધી રાખ્યા હતા. વૃદ્ધને આ ટોળકીએ તેમના આધારકાર્ડ દ્વારા ખોલાયેલા એકાઉન્ટથી ગેરકાયદે ટ્રાન્ઝેક્શન થયાં હોવાનું કહી વૃદ્ધ પાસેથી રૂ. 79.34 લાખ આંચકી લીધા હતા. તો મહિલા વૈજ્ઞાનિકને તેમણે થાઇલેન્ડ મોકલેલાં પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ડરાવીને રૂ. 10.16 લાખ પડાવ્યા છે.