રાજકોટઃ ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનીઝ લસણ ગણાવાયેલા લસણના મુદ્દે દેશભરમાં હોબાળો મચી ગયો હતો. પરંતુ આ લસણને કંડલા રિસર્ચ સેન્ટરમાં પરીક્ષણ માટે મોકલાતા લસણ ચાઈનીઝ ન હોવાનો રિપોર્ટ આવ્યો છે. ગોંડલમાં 5 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2006માં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળતાં દેશભરના માર્કેટ યર્ડે બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ લસણ લાવનારા શખ્સે માલ મુંબઈથી આવ્યો હોવાનું જણાવ્યું હતું.