ભાવનગર: ગુજરાતી કવિને એમના સમગ્ર કાવ્યનિર્માણના ઉપલક્ષ્યમાં નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરાય છે. આ એવોર્ડમાં ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતાની પ્રતિમા, શાલ, સૂત્રમાલા અને રૂ. 1.51 લાખની સન્માન રાશિનો સમાવેશ થાય છે.
વર્ષ 2024ના નરસિંહ મહેતા એવોર્ડ માટે કવિ કમલ વોરાની પસંદગી કરાઈ છે. આગામી શરદ પૂર્ણિમા, 16 ઓક્ટોબરે બુધવારે રામવાડી, તલગાજરડા ખાતે મોરારિબાપુ, ટ્રસ્ટના અધ્યક્ષ રઘુવીર ચૌધરી અને સારસ્વતો, વિદ્વજજનોની ઉપસ્થિતિમાં નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ કરાશે. આ પ્રસંગે કવિ વિનોદ જોશીનાં સાહિત્ય અકાદમી, દિલ્હીના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’ના અદિતિ દેસાઈ દિગ્દર્શિત અને આર.જે. દેવકી તેમજ અન્ય કલાકારો દ્વારા અભિનિત નૃત્ય-નાટ્ય રૂપાંતરની પ્રસ્તુતિ પણ થશે.