ભારત-શ્રીલંકા સંબંધોને સુદૃઢ કરવા સહમતઃ દિસાનાયકે

Wednesday 25th September 2024 02:11 EDT
 
 

કોલંબોઃ શ્રીલંકાના નવા પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકેએ સોમવારે જણાવ્ય ક,ે બંને દેશો વચ્ચેના સંબંધોને સુદ્રઢ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા સાથે તેઓ સહમત છે. દિસાનાયકેએ વડાપ્રધાન મોદીએ રવિવારે માર્ક્સવાદી નેતા દિસાનાયકેને શ્રીલંકાના પ્રમુખને અભિનંદન આપતાં મૂકેલી એક્સ પોસ્ટનો જવાબ આપતાં ઉપરોક્ત ટિપ્પણી આપી હતી. ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં પ્રમુખપદ માટે યોજાયેલી ચૂંટણીમાં દિસાનાયકે ચૂંટાઈ આવ્યા છે. દિસાનાયકેએ એક્સ પોસ્ટ પર વડાપ્રધાન મોદીનો આભાર માનતા જણાવ્યું હતું કે,‘બંને દેશો વચ્ચેના સંબંધો સુદ્રઢ કરવાની તમારી પ્રતિબદ્ધતા સાથે હું સહમત છું. 


comments powered by Disqus