હું 1967માં લંડનમાં પ્રજાસત્તાક દિનની ઊજવણીમાં હાજરી આપવા સંભવિત સ્થળોની તલાશ કરી રહ્યો હતો. મને માહિતી આપવામાં આવી કે ઈન્ડિયા હાઉસના સપોર્ટ અને ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશનના સહકાર થકી કેન્સિંગ્ટનમાં કોમનવેલ્થ ઈન્સ્ટિટ્યૂટ ખાતે પ્રજાસત્તાક દિને ધ્વજારોહણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.
મને 26 જાન્યુઆરી 1967ના દિવસે લંડનમાં પ્રજાસત્તાક દિનની પ્રથમ ઊજવણીમાં હાજર રહેવાનું સદ્ભાગ્ય હાંસલ થયું હતું. તે સમયે આશરે 200 વ્યક્તિ હાજર હતી અને તેઓ મુખ્યત્વે ભારતથી હતા અને કેટલાક ઈસ્ટ આફ્રિકા અથવા એડનથી આવ્યા હતા, આ બધાના હૃદય ‘ભારતીયતા’ની ઊંડી લાગણીથી છલકાતા હતા. આ સમારંભ ટુંકો હતો અને તે પછી હળવા નાસ્તાની પણ વ્યવસ્થા કરાઈ હતી. આ દિવસે આટલા બધા ભારતીયોને તેમના માદરેવતનથી ઘણે દૂર પ્રજાસત્તાક દિનની ઊજવણી કરતા નિહાળી બે શ્વેત પોલીસ અધિકારીઓ આશ્ચર્ય તો ના કહેવાય પરંતુ, રમૂજ અનુભવતા લાગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તે સમયે કોઈ મોટાં કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સ અસ્તિત્વમાં ન હતાં. કમિશન ફોર રેસિયલ ઈક્વલિટી (CRE)ના જણાવ્યા અનુસાર 1980 સુધીમાં 500થી વધુ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સનું અસ્તિત્વ હતું. જોકે, આ પરિસ્થિતિ ઈસ્ટ આફ્રિકાથી ભારતીયોનું મોટા પાયે સ્થળાંતર થયાં પછી સર્જાઈ હતી. 1963માં કેન્યા એશિયનોની હિજરત, 1972માં યુગાન્ડામાંથી હકાલપટ્ટી તેમજ આ જ સમયગાળાની વચ્ચે એડન અને ફીજીમાંથી થયેલાં માઈગ્રેશનના પરિણામે, કોમ્યુનિટી સંગઠનો કે સંસ્થાઓના વિકાસમાં ઉછાળો જોવાં મળ્યો હતો.
ઈન્ડિયા લીગઃ બ્રિટિશ પાર્લામેન્ટમાં
લોબીઈંગ ગ્રૂપની ભૂમિકા
ઈન્ડિયા લીગની સ્થાપના વી.કે. કૃષ્ણ મેનન દ્વારા કરાઈ હતી જેઓ આઝાદી પછી યુકેસ્થિત પ્રથમ ભારતીય હાઈ કમિશનર પણ હતા. ઈન્ડિયા લીગ એની બેસન્ટ દ્વારા લંડનમાં 1916માં સ્થપાયેલી ઈન્ડિયન હોમ રુલ લીગ સાથે જોડાયેલી હતી. એની બેસન્ટ અનેરું વ્યક્તિત્વ ધરાવતાં હતાં અને તેમના કાર્યોને વિવિધ સમર્થકોનો ટેકો હતો જેમાં તેમની ફીલોસોફીને સમર્થન આપતા ઉચ્ચ રશિયન કુલીનવર્ગના સભ્યોનો પણ સમાવેશ થતો હતો. એની બેસન્ટે 1889માં રશિયામાં જન્મેલાં ધાર્મિક ગૂઢવાદી અને થીઓસોફિકલ સોસાયટીના સહસ્થાપક હેલેના બ્લાવ્ટ્સ્કીના ઉપદેશોને અપનાવ્યાં હતાં. બેસન્ટ વ્યાપકપણે લેક્ચરિંગ અને લેખનકાર્ય સહિત થીઓસોફિકલ કામગીરીમાં સંકળાઈ ગયાં હતાં.થીઓસોફી પ્રત્યેની તેમની આ પ્રતિબદ્ધતાએ સ્વશાસન માટે ભારતના સંઘર્ષને સપોર્ટ કરવા તેમજ આ ઉદ્દેશ માટે આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચવા માટેની સંસ્થા ઈન્ડિયન હોમ રુલ લીગની સ્થાપના માટે તેમને પ્રભાવિત કર્યાં હતાં.
મદ્રાસ લો કોલેજમાં અભ્યાસ કરવા દરમિયાન વી.કે. કૃષ્ણ મેનન થીઓસોફી સાથે સંકળાયા હતા તેમજ એની બેસન્ટ અને હોમ રુલ મૂવમેન્ટ સાથે ગાઢપણે જોડાયા હતા. પોતાની બુદ્ધિમતા અને તેજસ્વીતા માટે જાણીતા મેનને ભારતની સ્વાતંત્ર્ય ચળવળના નૈતિક નેતા અને વ્યવસ્થાપક તરીકે મહાત્મા ગાંધીના ઉત્તરાધિકારી બનવાની મદદ કરવામાં જવાહરલાલ નેહરૂ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાનનું સ્થાન હાંસલ કરવામાં પણ નેહરૂને સપોર્ટ કર્યો હતો. તેમણે 1928માં લોબીઈંગ ગ્રૂપ તરીકે ઈન્ડિયા લીગની સ્થાપના કરી હતી અને બ્રિટિશ લાગણીઓને ભારતની આઝાદીને સમર્થન કરવા તરફ વાળવામાં સફળતા મેળવી હતી. તેમણે લંડન બરો ઓફ સેન્ટ પાન્ક્રાસમાં કાઉન્સિલર તરીકે પણ સેવા આપી હતી.
હું ડો. તારાપદા બાસુ સાથે મારા સંપર્ક થકી જૂન 1967માં ઈન્ડિયા લીગનો સભ્ય બન્યો હતો. તે સમયે, માઈકલ ફૂટ, બિશપ ટ્રેવર હડલસ્ટન, લોર્ડ ફેનર બ્રોકવે સહિત અન્ય મહાનુભાવો ઈન્ડિયા લીગ સાથે સક્રિયપણે સંકળાયેલા હતા અને ઘણા અગ્રણીઓ ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશન સાથે પણ જોડાયેલા હતા.
પંડિત નેહરૂએ 1962-63ના ગાળામાં લંડનમાં એક કાર્યક્રમમાં મહાત્મા ગાંધીએ જ્યાં ધારાશાસ્ત્રી તરીકે લાયકાત પ્રાપ્ત કરી અને જાહેર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો તેવા સેન્ટ્રલ લંડનમાં તેમની પ્રતિમા મૂકાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. ઘણી કાઉન્સિલોનો સંપર્ક સાધવામાં આવ્યો પરંતુ, સફળતા મળી નહિ. જોકે, કૃષ્ણ મેનનના પ્રભાવના કારણે કેમડન કાઉન્સિલે સહકારની ભાવના દર્શાવી હતી. માત્ર 31 વર્ષની વયે તેમજ ડો. બાસુ અને અન્યોના પ્રોત્સાહનના પરિણામે હું કેમડન કાઉન્સિલ, ઈન્ડિયા લીગ અને ઈન્ડિયા હાઉસને સાંકળતી ચર્ચામાં જોડાયો હતો. થોડા સમય પછી, લંડન બરો ઓફ કેમડન દ્વારા ગાંધીજીની પ્રતિમા સ્થાપવા માટે ટાવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન ખાતે રસેલ સ્ક્વેર નજીક મહત્ત્વનું સ્થળ પુરું પાડ્યું હતું. ભંડોળ એકત્ર કરવાની જવાબદારી ઈન્ડિયા લીગના શિરે હતી જ્યારે ઈન્ડિયા હાઉસ આ સમજૂતીમાં ભાગીદાર બન્યું હતું અને દર વર્ષે બે કાર્યક્રમ -ગાંધીજીના જન્મદિન (2 ઓક્ટોબર) અને તેમના નિર્વાણદિન (30 જાન્યુઆરી)ના યજમાન બનવાની અને પ્રતિમાની જાળવણીની જવાબદારી સ્વીકારી હતી. આ મહત્ત્વપૂર્ણ પ્રતિમાનું અનાવરણ પ્રાઈમ મિનિસ્ટર હેરોલ્ડ વિલ્સને 1968માં કર્યું હતું.
દર વર્ષે ભારતીય હાઈ કમિશનર અને કેમડનના મેયર તેમજ ઈન્ડિયા લીગના ચેરમેનની ઉપસ્થિતિમાં સમારંભો યોજાય છે. દસ વર્ષ સુધી એટલે કે 2020-21 સુધી આ સમારંભોમાં ઈન્ડિયા લીગના ચેરમેન તરીકે હાજરી આપવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું છે. જોકે, 30 જાન્યુઆરી 2024ના સમારંભમાં મેં જોયું કે કેમડન બરો કાઉન્સિલ સમારંભ સાથે સંકળાઈ ન હતી. સામાન્ય રીતે, કેમડન કાઉન્સિલના મેયર અથવા ડેપ્યુટી મેયર આ સમારંભમાં હાજર રહે છે. તેમની ગેરમોજુદગીનું કોઈ ખાસ કારણ હોઈ શકે છે. મારે હાઈ કમિશનરને ખાસ વિનંતી કરવાની કે 2 ઓક્ટોબર અને 30 જાન્યુઆરીના સમારંભો ભારતીય હાઈ કમિશનર, કેમડનના મેયર તેમજ ઈન્ડિયા લીગની ઉપસ્થિતિમાં ઊજવાતા રહે તેની તેઓ ચોકસાઈ રાખે
જેથી, આપણે આ મહત્ત્વપૂર્ણ વારસાને જાળવી શકીએ અને આગળ વધારી શકીએ. (ક્રમશઃ)
ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશન
ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશન અથવા IJAની સત્તાવાર સ્થાપના 1947માં થઈ હતી જેમાં, મુખ્યત્વે ભારતીય પ્રિન્ટ મીડિયાના ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ધ સ્ટેટ્સમેન, અમૃત બઝાર પત્રિકા અને ડેક્કન હેરલ્ડ જેવાં પ્રકાશનોના સંવાદદાતાઓ અથવા પ્રતિનિધિઓ સંકળાયેલા હતા. અગ્રણી લોકોમાં ડો. શાલવંકર, ડો. તારાપદા બાસુ, પીટર પેન્ડસે જેવા માંધાતાઓ અને તે સમયે બ્રિટનમાં રહેતા અન્ય પત્રકારોનો સમાવેશ થયો હતો.
હું બંગાળી અને ભારતીય રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ ડો. તારાપદા બાસુનો વિશેષ ઉલ્લેખ કરવા ઈચ્છીશ જેમણે પેરિસની સોરબોન યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ પદવી હાંસલ કરી હતી. તેઓ ફ્રેન્ચવાદી હોવાં છતાં, સ્પષ્ટ દેખાઈ આવતા બંગાળી મિજાજ સાથે નખશિખ ભારતીય જ રહ્યા હતા. 1990ના દાયકામાં ટોની બ્લેરની એક
પ્રેસ કોન્ફરન્સમાં જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવાયો હતો. ડો. બાસુ પોતાનો મત રજૂ કરવામાં જરા પણ ખચકાયા ન હતા અને આ વિષય પર સ્પષ્ટ અને આવશ્યક યથાર્થ પરિપ્રેક્ષ્યની રજૂઆત કરી હતી.
આ જૂથ સાથે મારો સંપર્ક બિશપ ટ્રેવર હડલસ્ટન સાથેના પરિચય થકી થયો હતો જેમને હું મારા દાર-એસ-સલામના સમયથી ઓળખતો હતો. બિશપ ટ્રેવર હડલસ્ટને દાર-એસ-સલામમાં ચર્ચની કામગીરી બજાવી હતી પરંતુ, આફ્રિકન લિબરેશન મૂવમેન્ટ સાથે ગાઢપણે સંકળાયેલા હતા. જો મને બરાબર યાદ હોય તો, તેમના પત્ની એથલ ટબોરાથી આવ્યાં હતાં. 24 કે 25 વર્ષના નવજવાન તરીકે હું દાર-એસ-સલામમાં આવા પ્રયાસોને પ્રોત્સાહન આપનારા જ્યુલિયસ ન્યેરેરેની પ્રેરણા થકી રંગભેદવિરોધી ચળવળમાં વોલન્ટીઅર તરીકે જોડાયો હતો. હું ટાન્ગાન્યિકા આફ્રિકન નેશનલ યુનિયનનો પણ સમર્થક રહ્યો હતો.
હું ઈસ્ટ આફ્રિકાની પરિસ્થિતિ બાબતે થોડા સંદર્ભો રજૂ કરીશ. ટાન્ગાન્યિકાએ 1961માં આઝાદી પ્રાપ્ત કરી અને તે પછી 1963માં કેન્યાએ અને થોડા સમય પછી યુગાન્ડાએ પણ આઝાદી મેળવી હતી. ભૌગોલિક દૃષ્ટિએ ટાન્ઝાનિયા સૌથી વિશાળ પ્રદેશ હતો ત્યારે કેન્યા અને ખાસ કરીને નાઈરોબી ઘણી યુરોપિયન અને અમેરિકન પ્રાઈવેટ કંપનીઓ તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આકર્ષવા સાથે આફ્રિકન ખંડ માટે મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું હતું. બીજી તરફ, 19મી સદીના ઉત્તરાર્ધમાં સંસ્થાનવાદી કાળમાં મુખ્યત્વે ચાર અલગ અલગ પ્રદેશોનો ફરજિયાત સંઘ બનવા સાથે યુગાન્ડા સમસ્યાઓનો સામનો કરી રહ્યું હતું. દરમિયાન, કેન્યામાં કિકુયુ અને લુઓ તેમજ અન્ય આદિજાતિઓ -ટ્રાઈબ્સ વચ્ચે લાંબા સમયથી તણાવની પરિસ્થિતિ રહી હતી. જોકે. ટાન્ઝાનિયાને તેની નોંધપાત્ર પ્રમાણમાં મુસ્લિમ અને વ્યાપક પ્રમાણની ક્રિશ્ચિયન કોમ્યુનિટીઓ વચ્ચે સુમેળપૂર્ણ સહઅસ્તિત્વ હોવાના પરિણામે, આદિજાતિઓના મુદ્દે પ્રમાણમાં ઓછાં વિભાજનનો સામનો કરવો પડ્યો હતો.
સૌથી સારાં નસીબે મ્વાલિમુ (શિક્ષક) જ્યુલિયસ ન્યેરેરે સાંપડ્યા હતા જેઓ ગાઢપણે અહિંસા અને સત્તાના શાંતિપૂર્ણ ઉપયોગને પ્રતિબદ્ધ હતા. તેમની નીતિઓએ મારા પર ગાઢ પ્રેરણાની અસર પાડી હતી અને બિશપ ટ્રેવર હડલસ્ટન મારા સંપર્કરુપે રહ્યા હતા. વર્ષો વીતતા ગયાં અને હું યુનિવર્સિટી ઓફ લંડનમાં હતો ત્યારે મને જાણ થઈ કે બાજુના બિલ્ડિંગમાં જ સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડી (SOAS) હતી. ત્યાં ભારતીયો અને આફ્રિકનો સહિત સમગ્ર વિશ્વમાંથી આવતા વિદ્યાર્થી કાફેમાં એકત્ર થતા હતા અને મને તેમાંના ઘણાને મળવાની તક સાંપડી હતી. હું ફરીથી બિશપ ટ્રેવર હડલસ્ટનના સંપર્કમાં આવ્યો અને તેમણે મને સ્વયંસેવક તરીકે થોડું કામ કરવા પ્રોત્સાહિત કર્યો. આ સમયગાળા દરમિયાન, હું કેટલાક ભારતીય સંવાદદાતા જર્નાલિસ્ટ્સને મળ્યો અને ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશન (IJA) મારું મળવાનું સ્થળ બની ગયું. જોકે, હું મીડિયા પ્રોફેશનલ ન હતો છતાં, આ સંપર્ક થકી મને ઘણી અમૂલ્ય તક સાંપડી હતી.
આ સમયે, બિશપ ટ્રેવર હડલસ્ટન યુનિવર્સિટી કેમ્પસથી દૂર નહિ તેવા સ્ટેપની ખાતે રહેતા હતા. હું જ્યારે પણ તેમની મુલાકાતે જતો ત્યારે તેમના પત્ની મને હળવો નાસ્તો ઓફર કરતાં અને અમે સ્વાહિલી ભાષામાં થોડાં શબ્દોની આપ-લે કરતા હતા.
હું જ્યારે 1960ના દાયકામાં દાર-એસ-સલામ આવ્યો અને સિવિલ સર્વિસમાં જોડાયો હતો ત્યારે સ્વાહિલી ભાષા શીખવા માટે વિશેષ પ્રોત્સાહન-ઈન્સેન્ટિવ મળતું હતું. ડીએ ગર્લ્સ સ્કૂલ ખાતે ક્લાસીસ ચલાવાતા હતા અને ભાષામાં ચોક્કસ સ્તરનું
કૌશલ્ય હાંસલ કરી શકીએ તો વેતનમાં 3થી 4 ટકા જેટલો વધારો મળતો હતો.