USA ડેલિગેશને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતાનગરની મુલાકાત લીધી

Wednesday 27th November 2024 05:05 EST
 
 

કેવડિયાઃ યુએસએના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ POW, MIA એકાઉન્ટિંગ એજન્સી (DPAA)ના પ્રતિનિધિમંડળના કેવિન ડાલ્ટન, ડૉ. વિલિયમ બેલ્ચર અને લેફ્ટનન્ટ કર્નલ એરોન થોમસ એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટમય પ્રતિમા ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ સહિતના પ્રકલ્પોની મુલાકાત લીધી હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી નિહાળીને મહેમાનોએ ભવ્યતાનાં દર્શન કર્યાં હતાં. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. મુલાકાત દરમિયાન ડેલિગેશને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણકાર્ય, પ્રોજેક્ટની વિશેષતા અને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઇ ડેમનો ઇતિહાસ અને તેમાં સંગ્રહિત જળરાશિના ઉપયોગ અંગે પણ માહિતી મેળવી હતી.


comments powered by Disqus