અમદાવાદઃ કચ્છના જખૌ નજીક દરિયામાંથી ડ્રગ્સ ઝડપાવાના કેસમાં પકડાયેલ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સામે નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમને વધુ પુરાવા મળ્યા હોવાથી પૂરક ચાર્જશીટ કરવા માટેની રજૂઆત એનઆઈએ દ્વારા સ્પેશિયલ કોર્ટમાં કરાઈ હતી. તે વખતે અન્ય આરોપીઓએ કોર્ટને જણાવ્યું હતું કે, ઘણા લાંબા સમયથી જેલમાં છીએ. છેલ્લા ઘણા સમયથી એનઆઈએ દ્વારા મુદતો લેવામાં આવી રહી છે. ત્યારબાદ કોર્ટે ડિસેમ્બર માસમાં કેસ ઓપન કરવા માટે રાખી છે. એનઆઈએએ લોરેન્સની વધુ તપાસ ચાલુ રાખવાની અરજી કોર્ટમાં કરેલી હોવાથી આગામી દિવસોમાં અમદાવાદની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાશે.