અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચને હજુ કોઈ સફળતા મળી નથી. અમદાવાદની આસપાસના વિસ્તારો અને ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ કરીને હવે ક્રાઇમબ્રાન્ચ પાસે આરોપીની રાહ જોયા વગર છુટકો નથી તેવો ઘાટ સર્જાયો છે. વિદેશ ફરાર થનારા આરોપીઓ તો નથી જ મળતા નથી, પરંતુ ગુજરાતમાં છુપાયેલા આરોપી સુધી પણ ક્રાઇમબ્રાન્ચ પહોંચી નથી. આ સ્થિતિમાં આરોપીઓને બચાવી રહ્યા હોવાની આશંકા શહેરભરમાં થઈ રહી છે.
ત્રણ ડિરેક્ટરો સામે લૂકઆઉટ નોટિસ
ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડના આરોપી એવા 4 ડિરેક્ટર કાર્તિક પટેલ, સંજય પટોલિયા, ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી હજુ પકડાયા નથી. માલિક કાર્તિક પટેલ હજુ ઓસ્ટ્રેલિયા છે. અન્ય ત્રણ આરોપી વિદેશ ભાગી ગયા હોવાની શંકા છે.
અન્ય હોસ્પિટલ સુધી રેલો
ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડનો રેલો હવે અન્ય હોસ્પિટલો સુધી પહોંચ્યો છે. ક્રાઈમ બ્રાંચે શહેરની સંજીવની, અર્થમ, હેલ્થ વન અને આરના જ્યારે કડીની ભાગ્યોદય હોસ્પિટલ સામે તપાસ શરૂ કરી છે.
મિલકતો ટાંચમાં લેવાશે
ક્રાઇમબ્રાન્ચ દ્વારા ભાગેડુ ડોક્ટરોની મિલકતોનો સરવે હાથ ધરાયો છે અને ઇન્કમટેક્સ સહિતની એજન્સીઓની મદદ લઈને ફરાર ડોક્ટરોની મિલકતો ટાંચમાં લેવામાં આવશે.