અમદાવાદઃ દેશના 4 રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં 10 વર્ષમાં ચર્ચની સંખ્યા બમણી થઈ ગઈ છે. સરવે મુજબ 2011- 12માં આ રાજ્યોમાં 12,300 ચર્ચ હતાં, જે હવે 25 હજારથી પણ વધુ થયાં છે. ગેરકાયદે ધર્માંતરણ અને ચર્ચની વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડનારા સરકારી વકીલ રામપ્રકાશ જણાવે છે કે, આદિવાસીઓને ધર્માંતરિત કરીને જમીન પર કબજો કરાય છે. આદિવાસી બહુમતીવાળાં ગામોમાં જેટલા ચર્ચ બન્યા છે એ આદિવાસીઓની જમીન પર જ છે. છત્તીસગઢના જશપુરમાં 2007માં આવા 250 મામલા કોર્ટમાં આવ્યા હતા. કોર્ટે તમામ જમીનોને કબજામુક્ત કરવાનો આદેશ આપ્યો. 2009માં તત્કાલીન એસડીએમ એચ.એલ. નાયક જમીન પરનો કબજો છોડાવવા પહોંચ્યા તો તેમને ચર્ચમાં કેદ કરી લેવાયા હતા. ત્યારબાદ પ્રશાસન પણ ગભરાઈ ગયું અને આજ સુધી આ જમીનોથી કોઈ કબજો નથી હટી શક્યો. 2007થી 2024 દરમિયાન 116 નવા મામલા સામે આવી ચૂક્યા છે. આ તમામમાં ચર્ચ બનાવવા અને કબજો કરવાની ફરિયાદો છે. આવી જ સ્થિતિ અન્ય રાજ્યોમાં પણ છે. રામપ્રકાશ જણાવે છે કે, પહેલા આદિવાસીઓને ખ્રિસ્તી બનાવવામાં આવે છે, પછી જમીન ટ્રસ્ટના નામે દાન કરાવાય છે. નિયમ મુજબ આવું ન કરી શકાય.