મુંદ્રા: સતત એકત્રીસ વર્ષથી કચ્છી નાટકો દ્વારા ભાષાની સેવા કરતા કચ્છ યુવક સંઘના 31મા નાટક ‘વા રે વા જિંધગી’એ માત્ર 40 દિવસમાં મુંબઈના તમામ વિસ્તારમાં 24 પ્રયોગ કરી લોકપ્રિયતા મેળવી છે. કોઈ સેવાસંસ્થા પોતાની ભાષા બચાવવા 31 વર્ષથી સંઘર્ષ કરતી હોય એ વિશ્વવિક્રમ છે, જે કચ્છ યુવક સંઘે કર્યો છે. આ નાટક નવેમ્બરમાં કચ્છનાં વિવિધ ગામોમાં ભજવાશ, જે કૃષ્ણકાંત નામના વેપારી પર આધારિત છે, જે રિટાયર્ડ થઈ પત્ની સાથે કચ્છમાં વસવાટ પછીની સ્થિતિ દર્શાવે છે. 31 વર્ષથી કચ્છી નાટકનું દિગ્દર્શન કોડાયના વસંત મારુ કરી રહ્યા છે.