રૂ. 81 કરોડના ખર્ચે 86.1 ફૂટ ઊંચા શિખર સાથે પુનઃનિર્માણ પામનારા બહુચરાજી મંદિરના પ્રથમ ફેઝની કામગીરીનું શુક્રવારે બપોરે 12:39 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. નવનિર્મિત મંદિર અઢી વર્ષમાં તૈયાર થશે. મુખ્યમંત્રીએ લોકસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.