મુંદ્રાઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એપીએસઇઝેડ) ગુણવત્તાની બાબતમાં પણ મોખરે છે. તાજેતરમાં અમદાવાદ ખાતે આયોજિત કન્વેન્શન ઓન ક્વોલિટી કોન્સેપ્ટ્સ 2024માં મુંદ્રા પોર્ટને સર્વોચ્ચ ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો છે. અમદાવાદ ચેપ્ટર કન્વેન્શન ઓન ક્વોલિટી કોન્સેપ્ટ્સ 2024માં મુંદ્રા પોર્ટે મેદાન માર્યું છે. મુંદ્રા પોર્ટની ટીમ 13 ગોલ્ડ અને 2 સિલ્વર ટ્રોફી મેળવી અવ્વલ રહી છે.
એપીએસઇઝેડ મુંદ્રાને ‘સૌથી વધુ ભાગીદારી’ અને ‘જ્યુરી મેમ્બર’ તરીકેના યોગદાન માટે વ્યક્તિગત પુરસ્કારો પણ મળ્યા છે. એએચસીસીક્યુસી 2024માં વિવિધ ઉદ્યોગોના 300થી વધુ વ્યાવસાયિકોની 70થી વધુ ટીમે ભાગ લીધો હતો, જેમાં કૈઝન, એલક્યુસી, એલએસસી, સિક્સ સિગ્મા ક્વોલિટી સર્કલ અને ફાઇવ એસ કેસ સ્ટડીઝ જેવી વિવિધ શ્રેણી રખાઈ હતી. સરેરાશ ગુણાંક વિવિધ ટ્રબલ શૂટિંગ અને પ્રેઝન્ટેશન સ્કિલના અસરકારક ઉપયોગના આધારે વિજેતા જાહેર કરાયા હતા.
આ સિદ્ધિ એપીએસઇઝેડની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય ફોરમમાં દેશનું પ્રતિનિધિત્વ કરતી કયુસીએફઆઇ ભારતમાં ક્વોલિટી સર્કલ મૂવમેન્ટનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. મુંદ્રા પોર્ટ જહાજો માટે સૌથી ઝડપી ટર્ન અરાઉન્ડ સમયનો રેકોર્ડ ધરાવે છે. ગ્રાહકલક્ષી અભિગમ અને ઓપરેશનલ કાર્યક્ષમતા સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેણે નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે.