ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સાંજે શંકરસિંહ વાઘેલા સાથે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં 25 મિનિટ સુધી બેસી ચા સાથે ચર્ચા કરી હતી. તે પછી રાજકીય વમળો સર્જાવા લાગ્યા છે. હાલ આ મુલાકાતને લઇને અટકળોનું બજાર ગરમ છે. બંધબારણે યોજાયેલી આ બેઠકમાં બીજી કોઈપણ વ્યક્તિ મુલાકાત બાદ એટલું જ જણાવ્યું કે હું પહેલેથી સર્કિટ હાઉસમાં હતો અને શાહ ત્યાં આવ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે હું ત્યાં હાજર હતો તેથી અચાનક મને મળ્યા હતા. માત્ર સંજોગવશાત્ મળી ગયા અને મુલાકાત દરમિયાન કોઈ રાજકીય એજન્ડાન હતો.
શાહ-વાઘેલા વચ્ચે આ પહેલી મુલાકાત નથી આ પહેલા પણ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં વાઘેલા અને શાહ વચ્ચે એક બેઠક થઇ હતી. માર્ચ, 2017માં તેઓ મળ્યા ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા, જિતુ વાઘાણી અને બળવંતસિંહ રાજપૂત હાજર હતા. તે પછી થોડાં સમયમાં રાજપૂત સહિત ડઝનેક કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.