પુડ્ડચેરીના લેફટનન્ટ ગવર્નર કે. કૈલાસનાથને ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી. કે. કૈલાસનાથન નવો હોદો સંભાળ્યા બાદ પહેલી વખત ગુજરાત આવ્યા છે. અગાઉ તેઓ ગુજરાત સીએમઓમાં મુખ્ય અગ્રસચિવ તરીકે કાર્યરત્ હતા. મુખ્યમંત્રીએ તેમના પુડ્ડુચેરીના લેફ. ગવર્નરપદે નિયુકત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.