કોલકાતાઃ આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ બાદ હત્યાની ઘટનામાં સીબીઆઇને અનેક પુરાવા મળ્યા છે. સીબીઆઇએ મુખ્ય આરોપી સંજય રોયનો પોલિગ્રાફ ટેસ્ટ પણ કરી લીધો છે. સાથે જ હોસ્પિટલ અને કેટલાંક સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન આરોપી સંજય રોયની સામે અનેક પુરાવા એકઠા કરાયા છે. જ્યારે પોલીસે આ કેસ સાથે સંકળાયેલી કુલ 53 વસ્તુને સીલ કરી છે.
પોલીસે જપ્ત કરેલી આ વસ્તુઓમાં આરોપી સંજય રોયની અંગત વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મોબાઇલ લોકેશન પરથી ઘટના સમયે સંજય રોય સેમિનારમાં જ હાજર હતો. તેની બાઇક અને હેલમેટ પણ પોલીસે જપ્ત કર્યાં છે. આ તમામ પુરાવા કોર્ટમાં રજૂ કરાશે. સીબીઆઇએ કહ્યું હતું કે, એક સપ્તાહમાં જ ફોરેન્સિક રિપોર્ટ્સ પણ આવી શકે છે. જે આ કેસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ફોરેન્સિક વિભાગે ક્રાઇમ સીનથી 40 પુરાવા એકઠા કર્યા છે.
પૂર્વ આચાર્ય ઘોષ લાશોનો સોદાગર
આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ પર ગંભીર લગાવાયેલા આરોપ અનુસાર તે બિનવારસી લાશોનો સોદો કરતો હતો.જેના આધારે સીબીઆઇએ સંદીપ ઘોષના નિવાસ તેમજ અન્ય 15 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. તેમની સામે કોલેજ અને હોસ્પિટલમાં નાણાકીય કૌભાંડો આચરવાનો આરોપ પણ લગાવાયો છે.
કોલેજની ગેરરીતિની તપાસ પણ થશે
કોલકાતાઃ કોલકાતા હાઇકોર્ટે શુક્રવારે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સંદીપ ઘોષ અને અન્યો દ્વારા કરવામાં આવેલી કથિત નાણાકીય ગેરરીતિની તપાસ કરવામાં આવશે. આ તપાસ રાજ્ય સરકારે રચેલી એસઆઇટી પાસેથી લઈને સીબીઆઇને સોંપવા આદેશ કરવામાં આવ્યો છે. આખરે કોલેજના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષના કાર્યકાળ દરમિયાન કથિત આર્થિક ગેરરીતિની તપાસ ઈડી દ્વારા કરાવવા અપીલ કરી હતી.
આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ બાદ હત્યાની ઘટનામાં સીબીઆઇને અનેક પુરાવા મળ્યા છે. સીબીઆઇએ મુખ્ય આરોપી સંજય રોયનો પોલિગ્રાફ ટેસ્ટ પણ કરી લીધો છે. સાથે જ હોસ્પિટલ અને કેટલાંક સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દરોડા દરમિયાન આરોપી સંજય રોયની સામે અનેક પુરાવા એકઠા કરાયા છે. જ્યારે પોલીસે આ કેસ સાથે સંકળાયેલી કુલ 53 વસ્તુને સીલ કરી છે.