ગઢડાઃ ગઢડામાં વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે સંતો સાથે હજારો પદયાત્રીનો સંઘ આવી પહોંચ્યો હતો તે સમયે મંદિરના ચેરમેન શાસ્ત્રી સ્વામીએ સંસ્થા વતી સ્વાગત કર્યું હતું જ્યારે મંદિરના ચોકમાં હરિભક્તોની સભા યોજવામાં આવી હતી.
વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે દેવ પક્ષના આગેવાન સંત જ્ઞાનજીવનદાસજી સહિત સો ઉપરાંત સંતો અને હજારો હરિભક્તો ભાઈ- બહેનો સાથે પવિત્ર શ્રાવણ માસ નિમિતે કુંડળ ધામથી ગઢપુર મુકામે પદયાત્રા સંઘ લઈને આવી પહોંચ્યા હતા. આ દરમિયાન મંદિરના ચેરમેન શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજીએ સંસ્થા વતી સંઘ તથા સ્વામીજીનું હાઇસ્કૂલ ચોકમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તેમજ બેન્ડ વાજા અને આતશબાજીથી મંદિરનું ચોગાન ગાજી ઉઠ્યું હતું. મંદિરના ચોકમાં વિશાળ સંખ્યામાં પદયાત્રી હરિભક્તોની સભા યોજવામાં આવી હતી. આ સભામાં ગઢડા મંદિરનો મહિમાને જ્ઞાનજીવન સ્વામીનું વડતાલ સંપ્રદાયમાં યોગદાન વગેરે બાબતોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ સંઘ લઈને આવેલા જ્ઞાનજીવન સ્વામીએ વિશાળ જન સમુદાયને આશીર્વાદ પાઠવ્યા હતા,.