રાજકોટઃ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવાની શક્યતા છે. આ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાલ નવા ટર્મિનલનું કામ ચાલી રહ્યું છે, ત્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઇમિગ્રેશન તેમજ કસ્ટમ માટેનાં કાઉન્ટર પણ તૈયાર થઈ ચૂક્યાં છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું કામ હવે પૂર્ણ થવાને આરે છે. પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઈની શરૂ થવાની શક્યતા છે, જેનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને મળતાં વિકાસની ગતિ તેજ બનશે.
રાજકોટ એરપોર્ટ ઓથોરિટીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇન્ટરનેશનલ ડિપાર્ચરમાં ઇમિગ્રેશનનાં 12, તો અરાઇવલનાં 16 ટેબલ તૈયાર થઈ ચૂક્યાં છે.