ડીસાઃ ભાજપશાસિત ડીસા નગરપાલિકામાં વર્તમાન મહિલા પ્રમુખથી નારાજ ઉપપ્રમુખ તેમજ વિવિધ 16 કમિટીના ચેરમેને એકાએક હોદ્દા પરથી રાજીનામું ધરી દેતાં રાજકીય ભૂકંપ સર્જાયો. કેટલાક સમયથી પાલિકામાં ચૂંટાયેલા નગરસેવકો વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યનાં બે જૂથમાં વહેચાયા હતા, જેમાં પ્રમુખને હટાવવા માટે એક જૂથ સક્રિય બન્યું હતું. દરમિયાન પાલિકામાં 17 સમિતિના ચેરમેનનાં રાજીનામાંથી સંગઠનમાં દોડધામ મચી હતી.