અમદાવાદઃ ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતી ટેનિસ ખેલાડીને ભારતીય ડેવિસ કપ ટીમમાં સામેલ કરાયો છે. અમદાવાદની એલ્ટોવાલ એલેક્ઝાન્ડર વાસ્કો ટેનિસ એકેડેમીમાં તાલીમ મેળવનારો આર્યન શાહ એક વર્ષ અગાઉ રેન્કિંગમાં ક્યાંય નહોતો. જો કે તે એક વર્ષમાં ટોપ-5માં પહોંચી ગયો, જેના કારણે ડેવિસ કપમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો. એસો.નાં સેક્રેટરી એવા શ્રીમલ ભટ્ટે કહ્યું કે, ‘ડેવિસ કપમાં કોઈ ગુજરાતીનું પહોંચવું ઐતિહાસિક સિદ્ધિ છે. આ ખેલાડી સ્વિડનના બ્યોમબર્ગના પુત્રને હરાવી ચૂક્યો છે અને તેનો ડબલ્સ પાર્ટનર રહી ચૂક્યો છે. આર્યન ખૂબ આગળ જઈ શકે છે.