તેલંગાણાના 2 યુવકનું સાઉદીના રણમાં મોત

Wednesday 28th August 2024 06:51 EDT
 
 

હૈદરાબાદઃ સાઉદી અરબના રૂબાલ અલ ખાલી રણમાં ભૂલા પડ્યા પછી તેલંગાણાના 27 વર્ષના યુવકનું ભૂખ-તરસ અને થાકથી મૃત્યુ થયું હતું. છેલ્લાં 3 વર્ષથી મોહમ્મદ શેહઝાદ ખાન સાઉદી અરબની કંપનીમાં કામ કરે છે. સુદાનના મિત્ર સાથે રૂબા અલ ખાલી રણમાં ફરવા ગયા બાદ તેઓ ભૂલા પડ્યા હતા અને ડિહાઇડ્રેશનથી તેમનું મોત થયું હતું. બંનેએ જીપીએસ સિગ્નલ ગુમાવી દીધા પછી ભૂલા પડ્યા હતા. ઓછામાં પૂરું શેહઝાદના મોબાઇલની બેટરી પણ ખતમ થઈ ગઈ હતી. તેને કારણે કોઈને મદદ માટે ફોન કરવાની સ્થિતિમાં પણ નહોતા રહ્યા. ભૂલા પડ્યા પછી વાહનમાં પેટ્રોલ પણ ખલાસ થયું હતું. 


comments powered by Disqus