પૂર્ણપુરુષોતમ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિનને વધાવવા માટે તેમની કર્મભૂમિ દ્વારકા નગરીએ સોળેશણગાર સજ્યા હતા. જન્માષ્ટમી નિમિત્તે દેશભરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર દ્વારકા પહોંચ્યા હતા. સોમવારે સવારથી જ નિત્યદર્શન સાથે મધરાતે 12 વાગ્યાના ટકોરે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઊજવવામાં આવ્યો. આ દરમિયાન ભક્તોનો ઉત્સાહ જોવાલાયક હતો.