વડોદરાઃ અમદાવાદથી મુંબઈને હાઇસ્પીડ રેલ કનેક્ટિવિટીથી જોડતા 508 કિ.મી.ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હવે ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. 320 કિ.મી.ની મહત્તમ ઝડપે દોડનારી બુલેટ ટ્રેનનો ટ્રેક નર્મદા નદી પરથી પસાર થઈ રહ્યો છે. 1.4 કિ.મી. લાંબા નર્મદા નદી પરના બુલેટ ટ્રેનના બ્રિજનું કામ આ પ્રોજેક્ટના સૌથી પડકારજનક કામ માનવામાં આવે છે, જે પૂર્ણતાના આરે છે.
આ પુલના નિર્માણ માટે નદીની અંદર પાયા તૈયાર કરવા માટે ‘વેલ ફાઉન્ડેશન’ પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. વિશાળ નદીઓ પર પુલ તૈયાર કરવા માટે પાયા બનાવવાની ‘વેલ ફાઉન્ડેશન’ પદ્ધતિ જૂની અને સુરક્ષિત હોવાથી આજે પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે.