અમદાવાદઃ આસ્થાની સાથે પૌરાણિક મહાત્મ્ય ધરાવતી ભગવાન શ્રીકૃષ્ણની નગરી બેટ દ્વારકાની વૈશ્વિકસ્તરે કાયાપલટ કરાશે. આ માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે, જેમાં ત્રણ તબક્કામાં મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરાશે. આ આઇલેન્ડના પ્રથમ તબક્કાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 150 કરોડની માતબર રકમ ફાળવાઈ છે, જેની ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આવનારા સમયમાં આ આઇલેન્ડના બીજા તબક્કા અને ત્રીજા તબક્કાના વિકાસની કામગીરી ચાલુ કરાશે.