ભાવનગરઃ શનિવારે એક દિવસની ભાવનગરની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમથી જિલ્લામાં રૂ. 310 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આવાસ યોજના અને રિડેવલપમેન્ટ થયેલા મકાનનાં લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીએ પ્રતીકાત્મક ચાવી અર્પણ કરી ગૃહપ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા મકાનની ફાળવણી કરાઈ હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાતી કવિ નર્મદને યાદ કરી ગુજરાતી ભાષાદિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ભાવનગરના 1900 પરિવારોને આવાસ અને જિલ્લાને કુલ રૂ. 310 કરોડનાં વિકાસકામોની ભેટ મળી છે. વડાપ્રધાન મોદીએ દેશના દરેક નાગરિકને ઇઝ ઓફ લીવિંગ આપવાનો સંકલ્પ કર્યો છે.