આખરે લાંબા ઇંતેજાર બાદ રાજકોટમાં આ સિઝનમાં પહેલીવાર અનરાધાર વરસાદ વરસ્યો છે. રવિવારે મોડીરાતથી શરૂ થયેલો વરસાદ એટલો ભારે હતો કે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ સ્થિતિમાં રાજકોટનો પરંપરાગત લોકમેળાના સ્થળે ભારે પાણી ભરાઈ જતાં મેળો વરસાદમાં ધોવાઈ ગયો છે.