અમદાવાદમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે જણાવ્યું કે, નેતાઓનું ધર્મથી વિમુખ જવું ચિંતાજનક છે. રાષ્ટ્રીય હિત સાથે ચેડાં ધર્મવિરુદ્ધ છે.
• ફ્લાઇટના હાઇજેક મેસેજથી અફરાતફરીઃ વિસ્તારાની દિલ્હી જતી ફ્લાઈટ હાઇજેક થવાનો એરપોર્ટને એજન્સીને મેસેજ મળ્યો હતો. જેના પગલે પોલીસ દોડતી થઈ હતી.
• સાઇબર ક્રાઇમ-ડ્રગ્સનો મામલો પડકારઃ DGP: કાયદો અને વ્યવસ્થા અનુસંધાને ડીજીપી કોન્ફરન્સમાં ડ્રગ્સ-સાઇબરને લગતા ગુના પર કાબૂ મેળવવા પર ચર્ચા થઇ હતી.
• એક કા તીન કૌભાંડનો આરોપી 14 વર્ષે ઝડપાયોઃ અશોક જાડેજા એન્ડ ગેંગે 2009માં એક કા તીન કૌભાંડ કેસમાં 14 વર્ષથી વોન્ટેડ આરોપી વિજયસિંહ સાસીની ધરપકડ કરાઈ.
• વીંછિયા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી છીનવાઈઃ વીંછિયા તાલુકા પંચાયત કચેરીમાં કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ ગાબુ અને ઉપપ્રમુખ ગીતાબહેન સામે અવિશ્વાસ દરખાસ્ત પસાર થતાં બંનેેએ પદ છોડવું પડ્યું છે અને પાલિકા ભાજપ હસ્તક થઈ છે.
• ગુજરાતમાં 60 શિક્ષકો વિદેશ પ્રવાસેઃ શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, '60 શિક્ષકો વિદેશ પ્રવાસે છે, જ્યારે 70 શિક્ષકો એવા છે જે ત્રણ મહિનાથી વધુ સમયથી ગેરહાજર છે.
• પ્રધાનમંત્રી સરદારજયંતીએ કેવડિયા આવી શકેઃ સરદાર જયંતીએ વડાપ્રધાન મોદી કેવડિયા આવી શકે છે. સરદાર જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
• રાજ્યમાં બુટલેગરોના વાહનોની હરાજી કરાશેઃ રાજ્યમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોના વાહનોની હરાજી કરી તે નાણાંનો ઉપયોગ લોકો માટેની યોજનાઓમાં કરાશે.