પ્રથમવાર રિયુઝેબલ હાઇબ્રીડ રોકેટ લોન્ચ

Wednesday 28th August 2024 06:50 EDT
 
 

દેશમાં પ્રથમ વખત રિયુઝેબલ હાઇબ્રીડ રોકેટ રૂમી-1નું સફળ પ્રક્ષેપણ કરાયું, જેને ફરી ઉપયોગમાં લઈ શકાશે.

• મહિલાઓ સામેના ગુના અક્ષમ્ય પાપ: મોદીઃ જલગાંવ ખાતે મોદીએ દાવો કર્યો હતો કે મારી માતાઓ, બહેનો અને દીકરીઓને સશક્ત કરાશે, તેમના ગુનેગારોને બક્ષવામાં નહીં આવે.

• રિજિજુએ રાહુલની મજાક ઉડાવીઃ રાહુલ ગાંધીના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં દલિત-આદિવાસી મહિલાઓની ઉપેક્ષા કરાતી હોવાના નિવેદન અંગે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ તેમની મજાક ઉડાવી.

•દિલ્હીમાં આપના પાંચ કોર્પોરેટર ભાજપમાંઃ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ દિલ્હીના 5 કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. જેમણે ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું હતું.

• કાચા કામના કેદીઓને છોડો: SC: સુપ્રીમ કોર્ટે મહત્તમ કેદની સજાનો એક તૃતિયાંશ સમય જેલમાં પસાર કરેલા કાચા કામના કેદીને છોડવા અનુમતી આપી છે.

• કર્ણાટકમાં ભાજપ પર આરોપઃ કર્ણાટક કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યું, કર્ણાટક સરકાર ઉથલાવવા ભાજપ ધારાસભ્યોને રૂ. 100 કરોડની ઓફર કરે છે.

• મોદી-યોગીની પ્રશંસા બદલ તલાકઃ યુપીના બહરાઇચમાં મુસ્લિમ મહિલાએ નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથની પ્રશંસા કરતાં પતિએ તલાક આપ્યા છે.

• પાકિસ્તાનની એલઓસી પાસે હરકતઃ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની પહેલાં પાકિસ્તાને એલઓસી પર પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે.

• હિંસા બાદ બાંગ્લાદેશને પૂરનો મારઃ હિંસા બાદ બાંગ્લાદેશમાં પૂરથી 36 લાખ લોકો પ્રભાવિત થયા. યુનુસે ભારતના કારણે પૂરનો આરોપ લગાવ્યો છે.

• નેપાળ અકસ્માતમાં 27 યાત્રીનાં મોતઃ નેપાળના અબુ ખૈરેનીમાં બસ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના 27 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે અન્ય 16 ઘવાયા હતા.

• પાક.માં 5 અફઘાનીની ક્રૂર હત્યાઃ પાકિસ્તાનમાં પાંચ અફઘાન નાગરિકોની ક્રૂર હત્યા કરાઈ. દુલંબદિન શહેરમાં આ પાંચ લોકોનાં દેહ લટકેલા મળ્યા.


comments powered by Disqus