બીસીસીઆઇ સચિવ જય શાહને આઇસીસીના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. તેઓ હવે ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. આઇસીસીનું પદ લેતા પહેલાં તેમણે બીસીસીઆઇનું સચિવ પદ છોડવું પડશે.
• રાજ્યસભાની 12 બેઠકો પર પેટાચૂંટણીઃ રાજ્યસભાના 12 સભ્યોએ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવતાં તેમની બેઠક પર પેટાચૂંટણી યોજાઈ. જેમાં ભાજપના 9, કોંગ્રેસનો એક, એનસીપીનો એક, રાષ્ટ્રીય લોકમોરચાના એક સભ્યની જીત થઈ.
• ઉત્તરપ્રદેશમાં 8 રેલવે સ્ટેશનનાં નવાં નામઃ ઉત્તરપ્રદેશનાં 8 રેલવે સ્ટેશનનાં નામ બદલાયાં. જેમાં ફુરસતગંજનું નામ તપેશ્વર, વારિસગંજનું અમર શહીદ ભાલે સુલતાન, અકબરગંજનું મા મહોરવા ભવાની ધામ, નિહાલગઢનું મહારાજા બિજલીપાસી, બનીનું સ્વામી પરમહંસ, મિશ્રૌસીનું મા કાલિકન ધામ, જાયસનું ગુરુ ગોરખનાથ અને કાસિમપુરનું જાયસ સિટી નામ રખાયું છે.