5 હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને GI ટેગ

Wednesday 01st May 2024 05:28 EDT
 
 

ભુજઃ અમદાવાદ ખાતે એસોચેમ ગુજરાત કાઉન્સિલ દ્વારા આયોજિત આઇપીઆર કોન્કલેવ 2024ની પ્રથમ આવૃત્તિમાં કચ્છની 5000 વર્ષ જૂની કલા ‘અજરખ’ને જીઆઇ ટેગ એનાયત કરાતાં પ્રાચીન કલાના કારીગરોમાં આનંદની લાગણી છવાઈ છે. લાંબા સમયની માગ બાદ ભારત સરકારના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ ટ્રેડમાર્ક્સ, જીઆઇ અને ડિઝાઇન્સ દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતું. ભારત સરકારે વિશ્વ આઇપીડે દિવસે આ સન્માન જાહેર કર્યું હતું. આમ તો 22 એપ્રિલે અજરખને જીઆઇ ટેગ અપાયો હતો.
વિદેશમાં પણ પ્રશિક્ષણ
કચ્છ હસ્તકળાએ સરહદો ઓળંગી વાહવાહી મેળવી છે. મનાય છે કે, અજરખ બ્લોક પ્રિન્ટ સિંધુ-સરસ્વતીની સંસ્કૃતિથી ચલણમાં છે. ભુજ પાસે આ કળાના નામે અજરખપુર ગામ છે, જ્યાં આ પ્રાચીન હસ્તકલાને જીવંત રખાઈ છે. હાજી ઇસ્માઇલ તથા અબ્દુલ રહીમ જેવા કલાકારો યુક્રેન- રશિયા સહિતના દેશોની યુનિ.માં અજરખ અને વેજિટેબલ રંગોની બનાવટ ભણાવવા જાય છે.


comments powered by Disqus