ઈવીએમ પર સુપ્રીમ કોર્ટ અફરઃ વીવીપેટ વેરિફિકેશનની પણ તમામ અરજી ફગાવી

Wednesday 01st May 2024 06:26 EDT
 
 

નવી દિલ્હીઃ EVMની સાથે VVPATનો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ક્રોસ-વેરિફિકેશનની માગ કરતી અરજીઓને શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) સંગઠન અને કેટલાક અન્ય લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં EVM સાથે VVPAT સીલિપનું 100 ટકા મેચિંગ કરવાની માગ કરવામાં આવી હતી, જેને ફગાવી દેવાઈ હતી. સુપ્રીમ કોર્ટે VVPAT સંબંધિત તમામ અરજીઓ ફગાવી દીધી છે, જેમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માગણી કરતી અરજીઓ પણ સામેલ છે. ચૂંટણીપંચે કોર્ટેને કહ્યું હતું કે, EVM અને VVPATમાં કોઈ ચેડાં શક્ય નથી. કમિશને મશીનોની સુરક્ષા, તેમની સીલિંગ અને તેમના પ્રોગ્રામિંગ વિશે પણ સર્વોચ્ચ અદાલતને જાણ કરી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે આ કેસમાં બે ચુકાદા આપ્યા. સુપ્રીમ કોર્ટે બે નિર્દેશો આપ્યા છે - પહેલો એ છે કે સિમ્બોલ લોડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી સિમ્બોલ લોડિંગ યુનિટ્સ સીલ કરીય અને તેને ઓછામાં ઓછા 45 દિવસ સુધી સંગ્રહિત કરીય. ઉપરાંત બીજી સૂચના એ છે કે ઉમેદવારો પાસે પરિણામ જાહેર થયા પછી એન્જિનિયરોની ટીમ દ્વારા ઇવીએમના માઇક્રો કન્ટ્રોલર પ્રોગ્રામની ચકાસણી કરવાનો વિકલ્પ હશે. આ માટે ઉમેદવારે પરિણામ જાહેર થયાના સાત દિવસમાં અરજી કરવાની રહેશે. તેનો ખર્ચ ઉમેદવારે પોતે ઉઠાવવાનો રહેશે.


comments powered by Disqus