વડોદરાઃ એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અનિલ કાણેનું 82 વર્ષની વયે નિધન થયું છે. વીન્ડ એનર્જીના પ્રણેતા અનિલ કાણેએ 1987માં કચ્છના માંડવીમાં પ્રથમ પવનચક્કી સ્થાપી હતી. ખંભાતના અખાતમાં કલ્પસર તેમનો સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો. ઘોઘા બંદર અને ભરૂચના દહેજ બંદર વચ્ચે આવતા ખંભાતના અખાત પર આડબંધ બાંધીને મીઠા પાણીનું વિશાળ સરોવર ઊભું કરવાની તેમની યોજના હતી, જેથી સૌરાષ્ટ્રની 62 હજાર હેક્ટર જમીન ફળદ્રુપ કરી શકાય.