પુત્ર માટે બીજાં લગ્ન, ત્રીજી સાથે લીવઈનમાંઃ પત્નીઓની ફરિયાદ

Wednesday 01st May 2024 05:28 EDT
 
 

ખેડાઃ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા કઠલાલના એક શિક્ષકે બે-બે પત્નીઓ છતાં સંબંધોને લાંછન લગાવી દેવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો. જે અંગે સરકારી સ્કૂલના 58 વર્ષના આ શિક્ષક સામે તેની બંને પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બંને પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અમારો પતિ અમને બંનેને છોડીને ત્રીજી સ્ત્રી સાથે લીવઇન રિલેશનમાં રહી
રહ્યો છે.
આ ફરિયાદમાં શિક્ષકની પહેલી પત્ની ફરિયાદી છે અને બીજી પત્ની વિટનેસ છે. આ શિક્ષક મહાશયનાં પ્રથમ લગ્ન 18 વર્ષની ઉંમરે થયાં હતાં અને એમાં તેમને બે દીકરી અવતરી હતી. તેમને વંશવારસ તરીકે પુત્ર જોઈતો હોવાથી તેણે પત્ની પર દબાણ કરીને બીજાં લગ્ન કરવાની છૂટ માગી હતી.
પત્નીએ કમને હા પાડતાં છૂટાછેડા વગર શિક્ષકે 2000ની સાલમાં બીજાં લગ્ન કર્યાં, જેનાથી તેમને એક દીકરી અને એક દીકરો થયાં.
આ દરમિયાન પરિવારમાં બધું સમુંસૂતરું ચાલી રહ્યું હતું, પરંતુ ચારેક મહિના પહેલાં બીજી પત્નીને પતિની વફાદારી પર શંકા ગઈ અને એને પગલે ભાંડો ફૂટી ગયો હતો.


comments powered by Disqus