નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ આબકારી નીતિ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે અને ગુના માટે કોઈ વ્યક્તિની પુરાવા આધારિત ધરપકડ ક્યારેય મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી શકે નહીં, એમ ઇડીએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામામાં જણાવાયું હતું. ઇડીએ જણાવ્યું કે, કેજરીવાલે દિલ્હી સરકારના પ્રધાનો, નેતાઓ અને અન્ય વ્યક્તિઓ સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું. કેજરીવાલ ચોક્કસ વ્યક્તિઓની તરફેણ કરવા માટે એક્સાઈઝ પોલિસી 2021-22 ઘડવાના કાવતરામાં સામેલ હતા અને આ નીતિની તરફેણના લાંચની માગણી કરાઈ હતી.