અમદાવાદઃ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વર્ષમાં 88 હજારથી વધુ ફ્લાઇટની અવરજવર નોંધાવાની સાથે પેસેન્જરોની સંખ્યા 1.16 કરોડને પાર થઈ ગઈ છે. એટલે કે ગતવર્ષની સરખામણીએ 14 ટકા પેસેન્જર વધ્યા છે. 2027 સુધીમાં આ આંકડો 2 કરોડને પહોંચી જશે. તેને ધ્યાનમાં રાખી પેસેન્જર્સને મુશ્કેલી ના પડે તે માટે નવી સુવિધા ઊભી કરાશે.
દિવાળી સુધીમાં નવો ડિપાર્ચર એરિયા ખુલ્લો મુકાશે
ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલમાં ડિપાર્ચર એરિયાનું વિસ્તરણ કરાઈ રહ્યું છે, જે દિવાળી પહેલા પેસેન્જરો માટે ખુલ્લો મુકાશે. ડિપાર્ચર એરિયામાં નવા 22 ચેકઇન કાઉન્ટર શરૂ થશે. નવા બનનારા આઇન્ટરનેશનલ ડિપાર્ચર એરિયામાં હાલના 4 એરોબ્રિજની સાથે નવા 2 એરોબ્રિજ, હાલના 3ની સાથે એક નવો બસ બોર્ડિંગ ગેટ અને નવા 100 સીટિંગ એરિયાનો સમાવેશ થશે.
બે સેલ્ફ બેગેજ ડ્રોપ મશીન મુકાશે
ડિપાર્ચરમાં પહેલીવાર બે સેલ્ફ બેગેજ ડ્રોપ મશીન મુકાશે જેમાં નિયત કરેલી બેગની સાઈઝ અને વજનથી પેસેન્જરોએ ચેકઇન કાઉન્ટર પર જવાની જરૂર પડશે નહીં
બે સેલ્ફ બેગેજ ડ્રોપ મશીન મુકાશે
ખાસ કરીને ડિપાર્ચરમાં પહેલીવાર બે સેલ્ફ બેગેજ ડ્રોપ મશીન મુકાશે જેમાં નિયત કરેલી બેગની સાઈઝ અને વજનથી પેસેન્જરોએ ચેકઇન કાઉન્ટર પર જવાની જરૂર પડશે નહીં..